મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

UAEમાં કેદી જેવું જીવન વીતાવી રહેલો ભારતીય મૂળના મધુસુદનને સાત વ્‍યક્‍તિનો પરિવારઃ ગેરકાયદે ઇમીગ્રન્‍ટ હોવાથી ગમે ત્‍યારે ધરપકડ થવાની તથા દેશનિકાલની દહેશત હોવાથી ઘરની બહાર નીકળી શકતા નથીઃ કાયમી નાગરિકત્‍વ આપવા UAE સરકાર સમક્ષ અરજ

દુબઇઃ ૧૯૭૯ની સાલમાં UAE ગયેલા ભારતના કેરાળાના વતની ૬૦ વર્ષીય મધુસુદનન તથા તેમના શ્રીલંકન પત્‍ની પપ વર્ષીય રોહિણી અને ૨૯ થી ૨૧ વર્ષની ઉંમરના પાંચ સંતાનો શારજાહમાં કેદી તરીકેનું જીવન વીતાવી રહ્યા છે તથા તેઓને UAEનું  નાગરિકત્‍વ આપવા સરકારને અવારનવાર વિનંતી કરી રહ્યા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ગેરકાયદે નાગરિક તરીકે તેઓનો વસવાટ હોવાથી ગમે ત્‍યારે તેમની ધરપકડ થઇ શકે છે તથા દેશનિકાલ થઇ શકે છે તેથી આ પરિવારના સાતે સભ્‍યો ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને જયાં ત્‍યાંથી મળતા બ્રેડના ટુકડાઓ ઉપર ગુજારો કરી રહ્યા છે તેઓ ભારત પણ પરત ફરી શકે તેમ નથી. કારણકે મધુસુદનના પત્‍ની શ્રીલંકન છે આમ આ ગૂંચવાયેલા કોકડાનો વહેલી તકે નિકાલ લાવવા તેઓ સરકારને અરજ કરી રહ્યા છે

(9:44 pm IST)