મુખ્ય સમાચાર
News of Sunday, 7th June 2020

કોરોના સંકટ વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો : પ્રતિ લીટરે 60 પૈસાનો વધારો થયો

છેલ્લા 83 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની બેઝ પ્રાઈઝમાં વધારો કરાયો

નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે સામાન્ય માણસ માટે હજુ અન્ય ઘણા સંકટો જાણે આવવાનાં બાકી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે રવિવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

  છેલ્લા 83 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની બેઝ પ્રાઈઝમાં વધારો થયો છે. 16 માર્ચથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો. 16 માર્ચથી 6 જૂન સુધી, વિવિધ રાજ્ય સરકારો દ્વારા વેટ અથવા સેસ વધાર્યા પછી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. લોકડાઉન પછી, ઘણી રાજ્ય સરકારોએ ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલનાં દરોમાં વધારો કર્યો હતો. રાજ્યોમાં કિંમતોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. બેઝ પ્રાઇઝમાં રવિવારે વધારો થયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે પેટ્રોલનો ભાવ લિટર દીઠ 71.26 રૂપિયા હતો, જે રવિવારે વધીને 71.86 રૂપિયા થયો છે. દિલ્હીમાં ડીઝલનાં દર હવે લિટર દીઠ રૂ.69.39 થી વધીને 69.99 રૂપિયા થઈ ગયા છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 78.91 રૂપિયા અને ડીઝલ 68.79 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. ચેન્નઇમાં પેટ્રોલ પ્રતિ લિટર 76.07 રૂપિયા અને ડીઝલ 68.74 રૂપિયા પ્રતિ લિટર વધ્યું છે, કોલકાતામાં પેટ્રોલ 73.89 રૂપિયા અને ડીઝલ રૂ.66.17 પ્રતિ લીટર વધ્યું છે.

(9:26 pm IST)