મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

નર્મદા નદીનું નિરિક્ષણ કરવા કોમ્પ્યુટર બાબાને હેલિકોપ્ટર જોઇએ છે

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે કોમ્યુટર બાબાને નર્મદા નદી ન્યાસના નવા અધ્યક્ષ બનાવ્યા છે. આ કોમ્પ્યુટર બાબએ ગઇકાલે મંત્રાલયમાં પદભાર ગ્રહણ કરતા જ કમલનાથ સરકાર સામે મોટી માંગ મુકી હતી. તેમણે સરકાર પાસે હેલિકોપ્ટરની માંગણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે નર્મદા નદીના નિરીક્ષણ માટે તેઓને હેલિકોપ્ટરની જરૂર પડશે. કોમ્પ્યુટર બાબાને ૧૧ માર્ચે નર્મદા, મંદાકિની અને ક્ષિપ્રા નદી ન્યાસના અધ્યક્ષ બનાવ્યાં હતો કોમ્પ્યુટર બાબાએ કહ્યું હતું કે નર્મદામાં કયાં કયાં ગંદકી છે. કયાં શું કામ કરવાનુ છે તેના આંકલન માટે તેને હેલિકોપ્ટરથી જોવું પડશે.

કોમ્પ્યુટર બાબાએ નર્મદા નદી સાથે જોડાયેલ ફરિયાદો અને સૂચનો માટે ટોલ ફ્રી હેલ્પ લાઇન નં.૧૮૦૦ ૧૨૦૧૦૬૧૦૬ પણ જાહેર કરી છે.

(4:15 pm IST)