મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

સીમાંકન શરૂ કરવાથી પથ્થર બાજો-ભાગલાવાદીઓ અમરનાથ યાત્રાનો માહોલ બગાડી નાખશે

અમરનાથ યાત્રાની સમાપ્તિ સુધી સીમાંકન ન કરવા રાજયપાલનો કેન્દ્રને અનુરોધ

જમ્મુ, તા.૭: રાજયપાલ તરીકે સત્યપાલ મલિકની પહેલી અમરનાથા યાત્રા પર શંકાના વાદળો ધેરાઇ રહ્યા છે. કેમકે રાજયમાં સીમાકનનું કામ ટુંક સમયમાં શરૂ થવાની ચર્ચાઓથી પ્રશાસનને ચિંતાએ વાત છે કે પથ્થરબાજો અને ભાગલાવાદીઓ અમરનાથ યાત્રા દરમ્યાન પરિસ્થિતી બગાડી શકે છે. એટલે તેમણે કેન્દ્રને અનુરોધ કર્યો છે કે અમરનાથ યાત્રાની સમાપ્તિ પહેલા એવું કોઇ પગલુ ન લે જેનાથી અમરનાથ યાત્રામાં મુશ્કેલીઓ ઉભી થાય.

રાજય માટે સીમાંકન પંચની રચના કરવાની ચર્ચાઓથી એવી શંકા ઉભી થાય છે કે આ મુદ્દાને ધાર્મિક રંગ આપવા માટે ભાગલાવાદી તથા પથ્થર બાજો સક્રિય થશે જો કે રાજભવનના સુત્રોએ એવી આશા દર્શાવી છે કે પહેલી જૂલાઇથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા પહેલા કેન્દ્ર સરકાર એવું કોઇ પગલું નહી લે જેનાથી કાશ્મીરમાં હિંસા ભડકે અથવા અમરનાથ યાત્રીઓની સુરક્ષાને કોઇ આંચ આવે.

જમ્મુ આધારિત પક્ષોએ સીમાંકનનું કામ તાત્કાલિક પુરૂ કરવાની માંગણી કરી છે જેથી જમ્મુને તેનો હકક મળી શકે અહીંના નેતાઓને વિશ્વાસ છે કે જમ્મુના ભાગે ઘણી વિધાન સભા બેઠકો કરાવવાની માંગણી કરી છે.

અમરનાથ યાત્રા સાથે જોડાયેલા લોકો ઉપરાંત, ટુરીઝમમાંથી પોતાની રોજીરોટી કમાનાર લોકો અનુસાર કેન્દ્રના આ પગલાથી કાશ્મીરમાં પરિસ્થિત વધુ ખરાબ થશે. પીડીપી અને નેશનલ કેન્ફરસ પહેલા જ પોતાનો વિરોધ પ્રદર્શીત કરી ચુકયા છે.

જો કેન્દ્ર સરકારે સીમાંકનની જાહેરાત કરી તો ખીણમાં વિરોધ પ્રદર્શનો ચાલુ થઇ જશે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સની સાથે જ પીપલ્સ કોન્ફરન્સ તથા શાહ ફેંઝલની જમ્મુ કાશ્મીર પીપલ્સ મુવમેન્ટ રસ્તાઓ પર આવીને કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરી શકે છે.

(3:27 pm IST)