મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

વડાપ્રધાન મોદીએ તડાસનના ફાયદા કર્યા : ટ્વિટ: શેર કર્યો પોતાનો એનિમેટેડ વિડીયો

મોદીએ ત્રિકોણાસન પછી પોતાનો બીજો એનિમેટેડ વિડિયો ટ્વિટ કર્યો

નવી દિલ્હી :આ મહિને આવી રહેલા આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારી કરાવવા કે દેશ અને વિશ્વને યોગ દિવસ પ્રેરાત કરવાનાં ઉમદા હેતું સાથે વડાપ્રધાન મોદીએ ત્રિકોણાસન પછી પોતાનો બીજો એનિમેટેડ વિડિયો ટ્વિટ કરી તડાસનનાં ફાયદા વિશે લોકોનાં માહિતી આપી છે.

   વડાપ્રધાન મોદીએ Tweetમાં ગુરુવાર 2.19 મિનીટનો વિડીયો શેર કર્યો છે.વડાપ્રધાન  આ એનિમેટેડ વિડિયોમાં PM દ્રારા તડાસનનાં લાભો અને તડાસન કરવાની પદ્ધતિ દર્શાવવામા આવી છે.

  એનિમેટેડ વિડિયોમાં વાદળી કલરનાં ટી-શર્ટ અને કાળા કલરનાં ટ્રેક પેન્ટમાં જોવા મળતા PM મોદી, તાડનાં વૃક્ષ અથવા તો Palm Tree Postureમાં જોવા મળે છે.

  વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે આ આસન કરવાથી વ્યક્તિ શારીરિક અને માસિક રીતે સંતુલીત બને છે. શરીરને તદ્દન અને સંપૂર્ણ પણે લચીલું બનાવે છે. આ યોગસન સૂક્ષ્‍મ સ્નાયુઓમાં સુગમતા લાવે છે. અને શરીર હળવું અને આરામ દાયક રહે છે.

 આ યોગ કરવાથી સાંધામાં ઝુકાવું જોખમ ઘટાડે છે.અને નિયમીત પ્રેક્ટિસ કરવાથી તમારુા શરીરની સુંદરતામાં પણ વધારે થાય છે. તે વજનમાં ઘટાડવા કરવામાં પણ આ આસન મદદ રુપ છે.

(11:18 am IST)