મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

પાણીમાં ખાંડ મેળવીને જે તે ફળની મોજ લઇ શકાશે

દેશના વૈજ્ઞનિકોએ તૈયાર કરી ફલેવર્ડ ખાંડ : વિદેશોમાં છે આવી ખાંડની મોટી માંગઃ ૬ ફલેવર્સમાં ખાંડ બનાવવામાં મળી સફળતા

કાનપુર તા. ૭ : લીંબુ શીકંજી અથવા મીકસ ફ્રુટની મજા માણવા માટે હવે પાણીમાં કેમીકલ અથવા જયુસ મેળવવાની જરૂર નહીં પડે. બસ ખાંડને મીક્ષ કરો અને દરેક પ્રકારના ફળોનો સ્‍વાદ ખાંડમાંથી જ મળી જશે.

નેશનલ સુગર ઇન્‍સ્‍ટીટયુટ (એન. એસ. આઇ.) ના વૈજ્ઞાનિકોએ દેશમાં પહેલી વાર ફલેવર્ડ ખાંડ બનાવવાની ટેકનીકલ હાંસલ કરી છે. ઇન્‍સ્‍ટીટયુટના નિર્દેશ અનુસાર ફલેવર્ડ ખાંડ માટે દેશની બે મોટી ખાંડ મીલો સાથે સમજૂતી થઇ રહી છે. અત્‍યાર સુધી સંતરા, લીંબુ, મિકસ ફ્રુટ, આદુ જેવા સ્‍વાદવાળી ખાંડ પર પ્રયોગ સફળ થઇ ચુકયા છે. આ પ્રકારની ખાંડ ટૂંક સમયમાં બજારમાં મળતી થઇ જશે.

ઇન્‍સ્‍ટીટયુટના નિર્દેશક પ્રો. નરેન્‍દ્ર મોહને જણાવ્‍યું કે દેશમાં પહેલી વાર ફલેવર્ડ ખાંડ તૈયાર કરવામાં આવી છે. વિદેશોમાં તેની બહુ માંગ છે. સાથે જ બેકરી, રેસ્‍ટોરંટમાં પણ તેની માંગ કાયમી રહે છે. આ બધુ જોતા ફલેવર્ડ ખાંડનો ઉપયોગ સમાજનો મોટો વર્ગ કરી શકે તે માટે બે મોટી ખાંડ મિલો સાથે વાતચીત કરવામાં આવી છે. દેશમાં સૌથી વધારે ખાંડ ઉત્‍પાદન ધામપુર સુગર મીલ્‍સ અને ડીસીએમ શ્રીરામ કરે છે. આ બન્ને સાથે ટૂંક સમયમાં સમજૂતી કરાશે. આ મિલો એનએસઆઇની ટેકનીકનો ઉપયોગ કરીને ફલેવર્ડ ખાંડ બનાવશે. અને માર્કેટમાં ઉપલબ્‍ધ કરાવશે. આના ભાવ સાદી ખાંડ કરતા વધારે હશે.

એનએસઆઇના વૈજ્ઞાનિકો શેરડીમાંથી ખાંડ બનાવવા ઉપરાંત કેટલીય નવી ટેકનીકો પર કામ કરે છે. પાણીનો ઓછો ઉપયોગ, શેરડીના કુચામાંથી અન્‍ય ઉત્‍પાદનો તૈયાર કર્યા પછી ટીમ બે મોટા પ્રોજેકટ પર કામ કરી રહી છે. હાલમાં કેન જયુસ બનાવવાની દિશામાં કામ ચાલુ છે. ફલેવર્ડ ખાંડ બનાવવામાં ટીમને સફળતા મળી ગઇ છે.

(10:37 am IST)