મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

શરદ પવારના કાર્યકરોને સલાહ

કામ કેમ કરવું? પ્રચાર કેમ કરવો? સંઘ પાસેથી શીખો

પિંપરી, તા.૭: પ્રચાર કેવી રીતે કરવો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પાસેથી શીખો એવું આહ્વાન રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારે પોતાના કાર્યકર્તાઓને કર્યું હતું. સંપર્કમાં કેવી રીતે રહેવું ?, પ્રચાર કેવી રીતે કરવો ? એ માટે આરએસએસના કેટલાક ગુણ આત્મસાત કરવાનો સૂર પવારે આલોપ્યો હતો.

આરએસએસને હંમેશાં હાફ ચડીવાળા ગણાવનાર શરદ પવારને અચાનક સંઘ માટે આટલો પ્રેમ ઉભરાયો જોતા કાર્યકરોએ અચરજ વ્યકત કર્યું હતું. માવળ લોકસભા મતદારસંદ્યમાં એનસીપીના ઉમેદવાર પાર્થ પવારના પરાજય બાદ શરદ પવારે પહેલીવાર પિંપરીમાં એનસીપીના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો. મતદારસંઘના પ્રત્યેક ઘર સાથે સંબંધ રાખવાનો ટાર્ગેટ, સંઘ માટે અને વૈકલ્પિક રીતે ભાજપ માટે કામ કરનારા પ્રચારકો આરએસએસે નિમણૂક કર્યા હતા. પ્રચારની આ પેટર્નને લીધે ઠેક-ઠેકાણે સત્તા પર કમળ બિરાજમાન થયાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે. હવે સંઘની પ્રચાર પેટર્નથી શરદ પવાર કઇ રીતે એનસીપીને વિધાનસભામાં જીત અપાવશે તેની પર રાજકીય વર્તુળોની મીટ મંડાઇ જવાની છે.

શપથવિધિ દરમિયાન પાંચમી લાઇનમાંનો વિષય મોટો નથી તેથી આ વિવાદનો હવે અંત લાવો એવી પ્રતિક્રિયા એનસીપી અધ્યક્ષ શરદ પવારે આપી હતી. મને સેક્રેટરીએ આ બાબતે બે વખત સવાલ કર્યો છે. માત્ર સંબંધિત કાર્યાલયે પાંચમી લાઇનમાં જ તમને સ્થાન હોવાનું જણાવ્યું હોવાનો પુનરોચ્ચાર શરદ પવારે કર્યો હતો. આ બાબતે રાષ્ટ્રપતિ ભવન કાર્યાલય અથવા મારા કાર્યાલયમાં કોઇ ત્રુટિ હોવાનું પવારે જણાવ્યું હતું.

(10:37 am IST)