મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

રણનીતિકાર પ્રશાંત કિશોર અને મમતા બેનર્જી વચ્ચે બે કલાક બેઠક : હવે મમતાનો ચૂંટણી પ્રચાર સાંભળશે !!

પ્રશાંત કિશોર આગામી મહિનાથી મમતા બેનરજી માટે કામ શરૂ કરે તેવી ચર્ચા

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પરિણામ આવ્યા બાદ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વિધાનસભા ચૂંટણી માટે કમર કસી છે.વર્ષ 2021માં થનારી વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનરજી અને જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચે બેઠક થતા પ્રશાંત કિશોર હવે બેનરજીના ચૂંટણીપ્રચારની જવાબદારી સંભાળશે.તેવી ચર્ચાએ જોર પકડ્યું છે 

 કોલકાતામાં મમતા બેનરજી અને પ્રશાંત કિશોર વચ્ચે બે કલાક સુધી બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ નક્કી થયું છે કે પ્રશાંત કિશોર આગામી મહિનાથી મમતા બેનરજી માટે કામ શરૂ કરશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશમાં જગનમોહનને મુખ્ય મંત્રીની ખુરશી સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

   પ્રશાંત કિશોર વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી માટે પણ કામ કરી ચૂક્યા છે. તેઓ વર્ષ 2014માં નરેન્દ્રભાઈ  મોદીના મુખ્ય રણનીતિકાર રહ્યા હતા.

(10:24 am IST)