મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

આખરે રાજનાથ સિંહ ચાર મહત્વની કેબિનેટ કમિટીઓમાં સામેલ : પહેલા નહોતો સમાવેશ

વિવાદ વધ્યા બાદ છ મહત્વપૂર્ણ સમિતિઓમાં શામેલ કરી લેવાયા

નવી દિલ્હી :મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નામ ચાર મહત્વપૂર્ણ કમિટીઓમાં જોડી દેવામાં આવ્યુ છે. પહેલા તેમને આ કમિટીઓમાં શામેલ નહોતા કરવામાં આવ્યા. આ મામલાએ વિવાદ વધતા તેમને આ કમિટીમાં જગ્યા આપી દેવામાં આવી છે. રાજનાથ સિંહ પાસે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ગૃહ મંત્રાલય હતુ. પરંતુ મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેમની પાસેથી ગૃહ મંત્રાલય લઈને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહને આપી દેવાયુ છે

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નામ હવે સંસદીય બાબતોની મંત્રીમંડળીય સમિતિ, રાજકીય બાબતોની મંત્રીમંડળીય સમિતિ, રોકાણ અને વિકાસ સંબંધી કેબિનેટ સમિતિ અને રોજગાર તેમજ કૌશલ વિકાસ પર કેબિનેટ સમિતિમાં જોડવામાં આવ્યુ છે. રાજનાથ સિંહને સૌથી મહત્વની મનાતી રાજકીય બાબતો અને સંસદીય બાબતોની સમિતિમાં શામેલ કરવામાં આવ્યા નહોતા. જ્યારે 2014માં રાજકીય અને આવાસ સાથે જોડાયેલી સમિતિમાં રાજનાથ સિંહને રાખવામાં આવ્યા હતા. પરંતુ વિવાદ વધ્યા બાદ તેમને છ મહત્વપૂર્ણ સમિતિઓમાં શામેલ કરી લેવામાં આવ્યા છે.

(10:18 am IST)