મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ભારતમાં શુદ્ધ હવા કે પાણી પણ નથી :પર્યાવરણની જવાબદારીનો અહેસાસ નથી !

અમેરિકાને દુનિયાનો સ્વચ્છ દેશ ગણાવી ટ્રમ્પે ભારત રશિયા અને ચીનની ઝાટકણી કાઢી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્લાઇમેન્ટ ચૅન્જ મામલે ભારત, રશિયા અને ચીનની આકરી ટીકા કરી છે.

બ્રિટિશ ચેનલ આઈટીવીને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયા અને ચીન જેવા દેશોમાં સારી હવા અને શુદ્ધ પાણી પણ નથી. વિશ્વના પર્યાવરણને લઈને આ દેશો એમની જવાબદારી નિભાવતા નથી અને આ દેશોને એમની જવાબદારીનો અહેસાસ પણ નથી.

અમેરિકાને દુનિયાનો સ્વચ્છ દેશ ગણાવી ટ્રમ્પે કહ્યું કે ભારત સમેત અનેક દેશોમાં સારી હવા પણ નથી. હું એ શહેરોના નામ લઉ શકું છું જ્યાં તમે શ્વાસ પણ ન લઈ શકો

(12:00 am IST)