મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

J&K: પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતાઃ ચાર આતંકી ઠાર

સર્ચ ઓપરેશન શરૂ : ઘટના સ્થળેથી ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત

શ્રીનગર, તા.૭: જમ્મુકાશ્મીરમાં પુલવામા જિલ્લાના લાસિપોરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ચાર આતંકીઓને ઠાર કરાયા છે. ઘટનાસ્થળેથી એકે ૪૭ રાઇફલો જપ્ત કરવામા આવી છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

બીજીબાજુ અનંતનાગ જિલ્લામાં ઇદ મનાવા માટે ઘર આવેલા ટેરિટોરીયલ આર્મીના એક જવાની આતંકીએ રાતે ગોળી મારીને હત્યા કરી દીધી.

સુત્રોના જણાવ્યા મુજબ ઇન્ટેલિન્સ ઇન્પુટસના આધાર પર સેનાની ૪૪ રાષ્ટ્રીય રાઇફલ્સ જમ્મુકાશ્મીર પોલીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફ જવાનોના પુલાવામાના લસ્સીપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું. આ બધાની વચ્ચે પંજારણ વિસ્તારમાં ત્રાસવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું

તેના પર સેનાએ વિસ્તારને ઘેરીને આંતકીઓ વિરૂધ્ધ જવાબી કાર્યવાહી શરૂ કરી અથડામણમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે.

હાલમાં હજુ વધુ આતંકીઓના છુપાવાના અહેવાલો છે એવામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

આ દરમ્યાન આતંકીઓએ ખુદને ઘેરાતા જોઇ સુરક્ષાદળો પર ફાયરીંગ શરૂ કરી દીધી. જેને જડબાતોડ જવાબ જવાનો દ્વારા આપવામાં આવ્યો.

(10:38 am IST)