મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

૩૦ જુલાઈએ વિપ્રોના સ્થાપક અજીમ પ્રેમજી રિટાયર્ડ

પુત્ર રિષભ કારોબારી ચેરમેન

નવીદિલ્હી, તા. ૬ : આઈટી સર્વિસ કંપની વિપ્રોએ જાહેરાત કરતા કહ્યું છે કે, સ્થાપક અજીમ પ્રેમજી જુલાઈના અંતમાં કારોબારી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થઇ રહ્યા છે. ૩૦મી જુલાઈના દિવસે અજીમ પ્રેમજી નિવૃત્ત થશે. નવા એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે તેમના પુત્ર રિષભ જવાબદારી સંભાળશે. ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે નિમુચવાલાની પસંદગી કરવામાં આવી છે. તેઓ હવે એમડી તરીકે રહેશે. રિષભ હાલમાં ચીફ સ્ટ્રેટેજી ઓફિસર તરીકે ફરજ બજાવે છે.  અજીમ પ્રેમજી નોન એક્ઝિક્યુટીવ ડિરેક્ટર તરીકે યથાવતરીતે જારી રહેશે. બેંગ્લોર સ્થિત કંપનીએ સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં આ મુજબની વાત કરી છે. ૩૦મી જુલાઈના દિવસે તેમની વર્તમાન અવધિ પરિપૂર્ણ થઇ ગયા બાદ એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે રાજીનામુ આપી દેશે. ૫૩ વર્ષથી કંપનીનું નેતૃત્વ કર્યા બાદ તેઓ નિવૃત્ત થશે. અજીમ પ્રેમજીએ એક નાનકડી હાઈડ્રોજનરેટેડ કુકિંગ ફેટ કંપનીને એક વૈશ્વિક અને ૮.૫ અબજની આઈટી કંપની બનાવવામાં ભૂમિકા ભજવી હતી.

 

(10:26 am IST)