News of Thursday, 7th June 2018
વર્લ્ડ પીસ ઈન્ડેક્સમાં ભારત 137માં સ્થાને પહોંચ્યું : 5 ક્રમનો સુધારો
નવી દિલ્હી :ઓસ્ટ્રેલિયાની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પીસના અહેવાલ પ્રમાણે ભારતમાં પાછલા વર્ષોની તુલનામાં હિંસા અને ગુનાખોરીની ઘટનાઓમાં ઘટાડો થયો હોવાના કારણે ભારત વર્લ્ડ પીસ ઈન્ડેક્સમાં 4 સ્થાનના સુધારા સાથે 137માં સ્થાને પહોંચ્યું છે.આ અહેવાલ પ્રમાણે આઈસલેન્ડ 2008થી જ સૌથી શાંતિપૂર્ણ દેશ છે. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, પોર્ટુગલ અને ડેનમાર્ક વિશ્વના ટોચના 5 શાંતિપૂર્ણ દેશો છે.
(8:38 pm IST)