મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો અકબંધઃ લોકોને રાહત

ડિરેગ્યુલેશનને પરત ખેંચવાનો હાલમાં ઇન્કાર : તમામ મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલની કિંમતો વધુ ઘટી

નવીદિલ્હી,તા. ૭ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં નજીવો ઘટાડો આજે અમલી કરી દેવામાં આવ્યો હતો. આની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને લીટરદીઠ ૭૭.૬૩ રૂપિયા થઇ ગઇ હતી જ્યારે કોલકાતામાં કિંમત ઘટીને પ્રતિલીટર ૮૦.૨૮ થઇ ગઇ હતી. મુંબઈમાં કિંમત પ્રતિલીટર ૮૫.૪૫ થઇ હતી જ્યારે ચેન્નાઈમાં પ્રતિલીટર ૮૦.૫૯ થઇ હી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આજે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. બીજી બાજુ ડીઝલની કિંમતો દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં ક્રમશઃ ૬૮.૭૩, ૭૧.૨૮, ૭૩.૧૭ અને ૭૨.૫૬ રૂપિયા પ્રતિલીટર થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોને ભારતમાં અંકુશમુક્ત બનાવી દેવામાં આવી છે જેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતના આધાર પર નક્કી કરવામાં આવે છે. રૂપિયા અને ડોલરના ફોરેક્સ રેટ ઉપર કિંમતો આધારિત હોય છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ફ્યુઅલ કિંમતોના ડિરેગ્યુલેશનને પરત ખેંચવાનો ઇન્કાર કરી દીધો છે. ઓઇલ બોન્ડની ફેરચુકવણીમાં બોજ છતાં સરકાર ફ્યુઅલની કિંમતોને અંકુશમાં લેવા માટે તમામ પગલા લઇ રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, સરકાર ફ્યુઅલની કિંમતોને કાબૂમાં લેવા તમામ પગલા લઈ રહી છે. લાંબાગાળાના ઉકેલ શોધવાના પ્રયાસ થઇ રહ્યા છે. તમામ પરિબળોને ધ્યાનમાં પણ લેવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૨૯મી મે બાદથી સતત ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં ૧૬ દિવસ સુધી વધારો કરાયા બાદ તેમાં ઘટાડાની શરૂઆત થઇ છે. સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કરાયો છે.ા બ્રેન્ટ ક્રૂડની કિંમત ગયા મહિનામાં બેરલદીઠ ૮૦ ડોલર સુધી પહોંચી હતી.

(7:34 pm IST)