મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ભ્રષ્ટાચારના આરોપમાં ગૌડા અને ફતેહપુરના ડીએમને યોગી સરકારે કર્યા સસ્પેન્ડ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગૌડાના જિલાધિકારી જીતેન્દ્ર બહાદુરસિંહ અને ફતેહપુરના જિલ્લાધિકારી કુમાર પ્રશાંતને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરી દિધા છે. યોગી સરકારમાં જિલ્લાધિકારીને સસ્પેન્ડ કરવાનો આ પ્રથમ મામલો છે. નિલંબન આદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે, વરિષ્ઠ સ્તરે જવાબદારી નક્કી કરવી જરૂરી છે જેનાથી સરકારના મહત્વપૂર્ણ કાર્યોને સમયસર પૂરા કરી શકાય છે તેમા પારદર્શિતા લાવી શકાય

(4:12 pm IST)