મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

નકસલીઓ સાથેની અથડામણમાં કોબ્રા કમાન્ડો શહિદ થયો

હજુ પણ સામ સામા ગોળીબારો ચાલુ છે

રાંચી : ૧૩પ કી. મી.દુર અહીંથી ઝારખંડના સરાઇકેલા જીલ્લાના દલભાગા- અકી વિસ્તારમાં ઓપરેશન માટે ગયેલ કોબ્રાની ર૦૯ મી બટાલીયન અને પોલીસની સંયુકત ટીમ અને નકસલ વાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. જેમાં એક કમાન્ડો  શહિદ થયેલ છે અને એક પોલીસ કર્મચારી ઘાયલ થયેલ હતો.

સુત્રોએ જણાવ્યું કે હજુ પણ ભારે ગોળીબાર ચાલુ જ છે અને વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

(4:08 pm IST)