મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

વપરાશ વધુ પરંતુ ગોલ્ડ રિઝર્વમાં ભારતને ટોપ-10માં સ્થાન નહીં :ક્યા દેશ પાસે કેટલુ સોનું ?:ભારત ક્યાં ક્રમે ?

વિશ્વમાં ચીન પછી સૌથી મોટા સોનાના વપરાશકાર તરીકે ભારતની ગણના થાય છે  દેશમાં દરવર્ષે 1000 ટન જેટલા સોનાની આયાત થાય છે ભારતમાં દરેક એક વ્યક્તિ સોનાની ખરીદી કરવી પસંદ કરે છે,  લગ્નના સમયે અહીંના લોકો સોનાની ધૂમ ખરીદી કરે છે.પરંતુ ગોલ્ડ રિઝર્વમાં ભારતને વિશ્વના ટોચના 10 દેશોમાં સ્થાન નથી

 ચીન અને અમેરિકા વચ્ચે ગોલ્ડ રિઝર્વમાં નોંધપાત્ર તફાવત છે, એક તરફ ચીન છે જે વિશ્વનું સૌથી મોટું સોનું વપરાશકાર છે ત્યા ચીન પાસે માત્ર 1842.6 ટન સોનુ છે,બીજી બાજુ અમેરિકા પાસે 8133.5 ટન સોનુ પડેલુ છે. ગોલ્ડ રિઝર્વમાં બન્ને દેશો વચ્ચે 6291 ટન સોનાનો તફાવત છે.

 

ભારત સોનું રાખવામાં ટોચના 10 દેશોમાં નથી લંડનની એક એજન્સીએ પણ આ બાબતની પુષ્ટિ કરી હતી કે ભારતના ટોચના 10 દેશો બાદ સોનુ સાચવવામાં ભારતનું સ્થાન 1માં સ્થાન પર છે.

(1:16 pm IST)