મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

અમેરીકાના જ્યોર્જીયા સ્ટેટમાં આવેલ SGVP અમદાવાદની શાખા સવાનાહ ખાતે પુરુષોત્તમ મહિનામાં વિશેષ સમૂહ સત્યનારાયણ પૂજાનું આયોજન

અમેરીકા, જ્યોર્જીયા તા. 3­  પરમ પવિત્ર પુરુષોત્તમ માસ એટલે ભજન, ભક્તિ, દાન તથા ભગવાનની વિશેષ પૂજાનો મહિનો. આવા પવિત્ર પુરુષોત્તમ મહિનામાં અમેરીકા ખાતે સમૂહ સત્યનારાયણ પૂજા મહોત્સવ ઉજવાયો હતો.

અમેરીકાના જ્યોર્જીયા સ્ટેટમાં આવેલ સવાનાહ ખાતે SGVP અમદાવાદની શાખા SGVP ગુરુકુલ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં પુરુષોત્તમમાસની પૂનમના દિવસે સમૂહ સત્યનારાયણ ભગવાનની પૂજા તથા કથાનું ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું.

આજના પરમ પવિત્ર દિને સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સમૂહ સત્યનારાયણ પૂજા તથા કથાનું ભવ્ય આાયોજન થયું હતું. જેમાં ૫૦ જેટલા યજમાનોએ આ પૂજામાં યજમાન પદે રહીને સત્યનારાયણ ભગવાનની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.

આજના પાવન પ્રસંગે ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શાસ્ત્રી અજય મહારાજએ સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવી હતી અને સત્યનારાયણ ભગવાનની પાંચ અધ્યાયની પાવનકારી કથા કરી હતી. પૂજાના અંતે સંસ્થાના અધ્યક્ષ  પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી આફ્રિકાની સત્સંગ યાત્રા દરમ્યાન તેઓએ ટેલિફોનિક આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ‘સત્યનારાયણ ભગવાનની કથા બધા મનોરથોને પરિપૂર્ણ કરનારી દિવ્ય કથા છે અને વિશેષ કરીને કલિયુગમાં પૂણ્યફળ આપનારી કથા છે.આવી કથાના શ્રવણ માત્રથી મનુષ્યના પાપો નાશ થઇ જતા હોય છે.’

આ મહોત્સવના અંતે સૌ ભાવિક ભક્તજનોએ સાથે મળીને મહાઆરતીનો લાભ લીધો હતો.

(12:55 pm IST)