મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

લંડનની મંડારીન ઓરિએન્ટ હોટલમાં ભીષણ આગ :120 ફાયર ફાયટરો દોડ્યા :20 ફાયર એન્જીન પણ મોકલાયા

ફાઈવ સ્ટાર હોટલ મંડારીન ઓરિએન્ડ હોટલના 12માં ભીષણ આગ લાગી

બ્રિટેનની રાજધાની લંડનની મંડારીન ઓરિએન્ટ હોટલમાં ભીષણ આગ ભભૂકી છે આગને બુઝાવવા 120 જેટલા ફાઇર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે 120 ગાડી અને 20 ફાયર એન્જીન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં છે.

  આ આગ ઓરિએન્ટ હોટલના 12માં માળે લાગી છે આ લંડનના સૌથી પોશ ગણાતા વિસ્તાર મધ્ય લંડનના સૌથી મોંઘા વિસ્તારમાંનો એક છે જ્યાં હેરોડ વિભાગનો પણ સ્ટોર આવેલ છે.

બ્રિટનની રાજધાની લંડનની ફાઈવ સ્ટાર હોટલ મંડારીન ઓરિએન્ડ હોટલના 12માં ભીષણ આગ લાગી છે. હોટલમાં લાગેલી આ આગ એટલી ભયંકર હતી કે ઘટના સ્થળે 120 ફાયર ફાઈટર સહિત 20 ફાયર એન્જિન પણ મોકલવામાં આવ્યા છે.

(12:51 pm IST)