મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ઇસરોને મળશે નવી ઉંચાઇઃ ૧૦,૯૧૧ કરોડના બજેટને કેબિનેટની મંજુરી

વધુ વજનવાળા સેટેલાઇટ કરાશે લોન્ચઃ ચંદ્રયાદન-૨ લોન્સ કરવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા.૭:: ભારતીય સ્પેસ પ્રોગ્રામને નવી તાકાત આપીને યુનિયન કેબિનેટે બુધવારે ૧૦,૯૧૧ કરોડ રુપિયાના બજેટને મંજૂરી આપી દીધી છે. આ રકમનો ઉપયોગ આગામી ચાર વર્ષમાં ૩૦ PSLV  અને ૧૦ રોકેટ લોન્ચ કરવા માટે કરાશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું ઈસરોના સૌથી વજનવાળા રોકેટ ના ૧૦ લોન્ચ માટે ૪,૩૩૮ કરોડ રુપિયા કેબિનેટે અપ્રુવ કર્યા છે. જેની મદદથી અમે ચાર ટનથી વધુ વજનનાGSLV MKIII  સેટેલાઈટ્સ લોન્ચ કરી શકીશું. આ સ્પેસ ટેકનોલોજીમાં એક મોટું પગલું હશે અને તેના પછી વજનવાળા સેટેલાઈટ્સ લોન્ચ કરવા માટે અમે વિદેશી સ્પેસપોર્ટ્સ પર આધાર નહીં રાખવો પડે.

તેમણે કહ્યું, GSLV MKIII  પ્રોગ્રામ પાછલા ચાર વર્ષમાં મોદી સરકારના નેતૃત્વમાં બન્યો છે. આ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સાથે જોડાયેલો છે. આ પ્રોગ્રામની મદદથી ઈસરો માત્ર નાના વિદેશી સેટેલાઈટ નહીં પણ ચાર ટનથી વધુ વજનવાળા સેટેલાઈટ્સને પણ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવશે.

સુરેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે કેબિનેટે ૩૦ પીએસએલવી રોકેટ્સ લોન્ચ કરવા માટે મંજૂરી આપી દીધી છે. તેના માટે ૬,૫૭૩ કરોડ રુપિયા અપ્રૂવ કરી દિધા છે. તેમણે જણાવ્યું કે, ઈસરો સ્પેસ પ્રોગ્રામમાં પ્રાઈવેટ પાર્ટિસિપેશનને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સ્પેસ મિશન સિવાય ભારત ઓકટોબરથી નવેમ્બર વચ્ચે ચંદ્રયાદન-૨ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ભારત માટે સ્પેસ પ્રોગ્રામમાં એક મોટી ઉપલબ્ધિ હશે.

કેબિનેટ અપ્રૂવલ પછી અમારા સહોયોગીTOI સાથે વાત કરીને ઈસરોના ચેરમેન કે સિવાને કહ્યું, આ ઈસરો માટે ખુશીનો સમય છે. પીએસએલવી અને જીએસએલવી રોકેટ લોન્ચ માટે કેબિનેટ અપ્રૂવલ અમને અને અમારા સ્પેસ પ્રોગ્રામ્સને નવી તાકાત આપશે. કમ્યુનિકેશન, અર્થ ઓબ્ઝર્વેશન અને નેવિગેશન વગેરે રીતે સેટેલાઈટ લોન્ચની સંખ્યા વધવાથી માત્ર ઈસરોની નહીં પણ સામાન્ય માણસને પણ ફાયદો થશે. તેમણે કહ્યું કે ૪૦ રોકેટ્સ માટેની મંજૂરી લાઈનઅપમાં છે.

(12:39 pm IST)