મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ઝૂકરબર્ગ ફરી ફસાયા : હુઆવે - લેનોવો - ઓપો અને ટીસીએલ ચીની ફોન કંપનીઓને ફેસબૂકે ડેટા આપ્યો

અમેરિકામાં ભારે હલચલ : તપાસ એજન્સીઓનો ધમધમાટ : ઝુકરબર્ગ આ બાબતે મોઢું ખોલશે

ન્યૂયોર્ક તા. ૭ : કેમ્બ્રિજ અનાલિટિકા ડેટા સ્કેન્ડલ અને હવે નવો રિપોર્ટ સામે આવ્યો છે જેના અનુસાર મોબાઈલ કંપનીઓ સાથે પણ ફેસબુક યુઝર ડેટા શેર કરી રહ્યું હતું, જેમાં ચીનની સ્માર્ટફોન બનાવતી કંપનીનો પણ સમાવેશ થાય છે.

એક રિપોર્ટ અનુસાર, મંગળવારે ફેસબુકે કહ્યું કે, કંપનીએ ચાર ચીની કંપનીઓ સાથે ભાગીદારી કરી હતી, જેમાં ડેટા શેર કરવામાં આવે છે. આ કંપનીઓમાં હુઆવે પણ શામેલ થાય છે, જે દુનિયાની ત્રીજી સૌથી મોટી મોબાઈલ કંપની છે. તેમજ આ હુઆવે પર અમેરિકમાં પહેલાથી જ તપાસ ચાલી રહી છે અને તેના ફોન પર ત્યાં પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે.

ફેસબુકે કહ્યું કે, હુઆવે, લેનોવો ગ્રુપ, ઓપો અને ટીસીએલ ગ્રુપ દુનિયાએ ૬૦ કંપનીઓમાં સ્થાન ધરાવે છે જે કોન્ટ્રાકટ હેઠળ ફેસબુકના કેટલાંક ડેટા એકસેસ કરે છે, જેથી યુઝર્સ માટે તેઓ ફેસબુક જેવો અનુભવ આપી શકે. આ તરફ ચીનની કોઇ પણ કંપનીઓએ ફેસબુક સાથે ડેટા શેર થવાના અંગે નિવેદન આપ્યું નથી.

(12:38 pm IST)