મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ઠાકરે પરિવારે કર્યુ અમિતશાહનું ઉષ્માભર્યુ સ્વાગત ઢોકળા, ખાંડવી સહિત અન્ય પકવાન પીરસ્યા

બંને વચ્ચે મુલાકાત સકારાત્મક રહીઃ માતોશ્રીમાં પોણા બે કલાક સુધી બેઠક ચાલી

મુંબઇ, તા.૭: આગામી લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીનાં 'સંપર્ક ફોર સમર્થન' અભિયાન પર નીકળ્યાં છે. ત્યારે તેઓ દેશની મોટી મોટી હસ્તીઓને મળી રહ્યાં છે. મહત્વનું છે કે આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ફઝ્રખ્ સહયોગી શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે સાથે મુલાકાત કરવા મુંબઇ સ્થિત માતોશ્રીમાં પોણા બે કલાક સુધી બેઠક ચલાવી હતી.

તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય શિવસેનાની નારાજગી દૂર કરવાનો છે. જો કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેના છેલ્લાં કેટલાંય સમયથી સતત નારાજ છે. એવામાં ભાજપ ૨૦૧૯દ્ગક લોકસભા ચૂંટણી પહેલાં શિવસેનાને મનાવવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે ઉદ્ઘવ ઠાકરેને મળ્યાં તે પહેલાં અમિત શાહ સિદ્ઘિવિનાયક મંદિરે પહોંચ્યાં હતાં અને ત્યાં તેઓએ પૂજા-અર્ચના કરી હતી. જે અંતર્ગત અમિત શાહ માધુરી દીક્ષિત અને રતન ટાટા સાથે પણ વિશેષ મુલાકાત કરી હતી.

બીજેપી સુત્રોના જાણાવ્યા મુજબ અમિતશાહ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત સકારાત્મક રહી, જયારે શિવસેનાએ આ અંગે મૌન સાધ્યું છે. ગઇકાલે જયારે રાજનૈતિક મતભેદને ભૂલીને ઠાકરે પરિવારે તેનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ તેઓને ઢોકળા, ખાંડવી, અને કેરીના રસ સહિત અન્ય પકવાનનો સ્વાદ ચખાડયો અમિતશાહેતે પહેલા શિવસેનાના સુપ્રીમો રહેલા બાળા સાહેબ ઠાકરેને યાદ કર્યો ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે બંધ રૂમમાં અંદાજે એક કલાક ૪૦ મિનિટ સુધી બેઠક કરી જેમાં વણસેલા સંબંધને સુધારવાના પ્રયત્નો કર્યા આ દરમ્યાન ઉધ્ધવ ઠાકરે એ અમિતશાહ સમક્ષ ભાજપ નેતાઓ દ્વારા વ્યકિતગત હુમલો કરવા અંગેના મુદા ઉઠાવ્યા.

ભાજપનું કહેવું છે કે અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરેની મુલાકાત સકારાત્મક રહી જયારેે અમિત શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ની સાથે માતોશ્રી પહોંરયા, ઉધ્ધવ ઠાકરે તેની પત્નિ રશ્મિ અને તેના પુત્ર આદિત્ય અને તેજસ પણ હાજર રહ્યા.

(12:37 pm IST)