મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

કાલથી રેલ્વેમાં ખુદાબક્ષો સામે શરૂ થશે ઝુંબેશ

ટીકીટ વગર મુસાફરી કરતા હો તો ચેતજોઃ આકરો દંડ થશે

નવી દિલ્હી, તા. ૭ :. નિર્ધારીત માત્રાથી વધુ સામાન લઈ જતા મુસાફરો વિરૂદ્ધના અભિયાન બાદ રેલ્વે આવતીકાલથી ૨૨મી સુધી ટીકીટ વગરના મુસાફરો કે એટલે કે ખુદાબક્ષો વિરૂદ્ધ અભિયાન ચલાવશે.

રેલ્વે બોર્ડે જણાવ્યુ છે કે, અભિયાન અંગે તમામ ઝોનને ૨૩મી સુધીમાં રીપોર્ટ સોંપવાનો રહેશે. બોર્ડે તમામ ડીવીઝનને આ બારામાં પત્ર પણ લખ્યો છે. આ અભિયાન દરમિયાન રેલ્વેમાં ટીકીટ વગર મુસાફરી કરનાર પાસેથી દંડ વસુલાશે. અભિયાન દરમિયાન નકલી ટીકીટ, પાસ, રાહતનો દૂરૂપયોગ વગેરેની પણ તપાસ થશે.

અત્રે નોંધનીય છે કે, રેલ્વે દેશભરમાં ટ્રેનો સમયસર દોડાવવા પણ પ્રયાસો કરી રહ્યુ છે. મુસાફરોને તકલીફ ન પડે તે માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.(૨-૨)

(11:44 am IST)