મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

બોમ્બે હાઉ કોર્ટની CBIને લપડાકઃ જિજ્ઞેશ શાહનો પાસપોર્ટ તમે ગેરકાનુની રીતે રાખી મૂકયો છે, પાછો આપો

મુંબઇ, તા.૭: નેશનલ સ્પોટ એકસચેન્જ લિમિટેડ (NSEL)કેસ સંબંધે CBIએ જિજ્ઞેશ શાહનો પાસપોર્ટ પોતાની પાસે ત્રણ વર્ષ સુધી રાખી મૂકયો એ પગલાને મુંબઇની વડી અદાલતે ગેરકાનુની અને કાયદાથી વિરૂદ્ધ ગણાવીને પાસપોર્ટ પાછો આપી દેવાનો એને આદેશ આપ્યો છે.

NSELની પ્રમોટર ૬૩ મૂન્સ ટેકનોલોજીઝ (જૂનું નામ ફાઇનેન્શિયલ ટેકનોલોજીઝ ઇન્ડિયા લિમિટેડ)ના સ્થાપક જિજ્ઞેશ શાહે કરેલી અરજી સંબંધે ન્યાયમૂર્તિ પ્રકાશ દેવ નાઇકે ઉકત હુકમ કર્યો હતો.

ન્યાયમૂર્તિ નાઇકે કહ્યું હતું કે 'CBI ને ફકત પાસપોર્ટ જપ્ત કરવાની સતા છે, ઇમ્પાઉન્ડ કરવાની નહીં. આમ આ એજન્સીનું પગલું કાયદાથી વિપરીત હતું.'

ન્યાયમૂર્તિએ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને કહ્યું હતું કે ફોજદારી દંડસંહિતાની કલમ ૧૦૨ હેેઠળ તપાીનીશ સંસ્થા એવી પ્રોપર્ટી કે વસ્તુ જપ્ત કરી શકે છે જે ચોરાયેલી હોય અથવા તો ગુનો કરીને મેળવી હોય, બીજી કોઇ રીતે નહીં તેમણે વધુમાં કહ્યું હતું કે જિજ્ઞેશ શાહ પાસપોર્ટ ધરાવેએ કોઇ રીતે નહીં તેમણે વધુમાં કહ્યું હતું કે જિજ્ઞેશ શાહ પાસપોર્ટ ધરાવે એ કોઇ રીતે ગુના સાથે પ્રત્યક્ષ સંકળાયેલી બાબત નથી.

(11:37 am IST)