News of Thursday, 7th June 2018
રજનીકાંતની ફિલ્મ 'કાલા' રિલીઝ: ચેન્નાઈમાં વહેલી સવારે 4 વાગ્યે પહેલો શો: ભારે ભીડ : ઉત્સવી માહોલ
ચાહકોએ રજનીકાંતના પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો: સિનેમા હોલની બહાર અને અંદર ડાન્સ કરાયો
ચેન્નાઇ :સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કાલા' રિલીઝ થઈ ગઈ છેચેન્નાઈમાં સવારે 4 વાગ્યે પહેલો શો શરૂ થયો, ફિલ્મનો પહેલો શો જોવા માટે સવારના 3 વાગ્યાથી જ સિનેમા ઘરોની સામે ભીડ જોવા મળી હતી.
રજનીના ચાહકો લાંબી લાઇનમાં ઊભેલા દેખાતા હતા. કેટલાયે રજની ફેન્સ સિનેમા હોલની બહાર અને અંદર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.ફિલ્મ 'કબાલી'ની રિલીઝ બાદ એક વાર ફરી દેશ-વિદેશમાં રજનીના ચાહકોની દિવાનગી જોવા મળી.
તામિલનાડુમાં ચાહકોએ રજનીકાંતના પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો. મલ્ટિપ્લેકસની બહારના રસ્તાઓને એવી રીતે સજાવાયા જેમ કે દિવાળી હોય. રજનીના ફેન્સનો ક્રેઝ આ પહેલી વખત જોવા મળ્યો નથી.
(11:18 am IST)