મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ફેસબુક લાઇવ પર ૪૦ મિનિટ 'કાલા' બતાવનાર યુવકની ધરપકડ: સિંગાપોરમાં હતો પ્રિમિયર શો

રજનીકાંતની બહુચર્ચિત ફિલ્મ 'કાલા' આજે ‌થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મનો પહેલો શો વહેલી સવારે ૪-૦૦ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો દર્શકોમાં રજનીકાંતની ફિલ્મ 'કાલા'ના જબરદસ્ત ક્રેઝને જોતાં એક યુવકને ફિલ્મને ફેસબુક લાઇવ દ્વારા બતાવી. જે તેને ભારે પડી ગયું. સિંગાપોરમાં 'કાલા'નો પ્રિમિયર શો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન એક યુવકે ફેસબુક લાઇવ દ્વારા પોતાના ફ્રેન્ડસને ફિલ્મ બતાવવાની શરૂ કરી. લગભગ ૪૦ મિનિટ સુધી યુવક લાઇવ રહ્યો. ત્યાર બાદ તરત જ થિયેટર મેનેજમેન્ટને જાણ થઇ. આખરે આ યુવકની ધરપકડ થઇ.

(11:19 am IST)