મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

યોગી સરકારનો મોટો નિર્ણંય : મથુરા પ્રધિકરણમાં દારૂ પર પ્રતિબંધ

બરસાના, ગોવર્ધન, ગોકુલ, બલદેવ, નંદગાંવ અને રાધકુંડમાં દારૂ પર પ્રતિબંધ લાગુ

લખનૌ :ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટો નિર્ણંય લીધો છે સરકારે મથુરા પ્રધિકરણમાં સંપૂર્ણ દારૂ પર પ્રતિબંધની દરખાસ્તને મંજૂરી આપી છે જાહેર કરવામાં આવેલા તીર્થ સ્થળ બરસાના, ગોવર્ધન, ગોકુલ, બલદેવ, નંદગાંવ અને રાધકુંડમાં સંપૂર્ણ દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવશે. સરકારના નિર્ણય પછી આ વિસ્તારોમાં દારૂની ખરીદી અને વેચાણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

(12:00 am IST)