મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

પુત્રની આકાશની સગાઇનું સૌપ્રથમ આમંત્રણ આપવા નીતા અંબાણી પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં પહોંચ્યા

ડિજિટલ કાર્ડમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સુપરહિટ ફિલ્મ કાઇપો છે નાં એક ગીતનું આપવામાં આવ્યું છે

 

મુંબઈ :દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાનાં મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઇ 30 જુને મુંબઇમાં યોજાશે. તે શ્લોકા મહેતા સાથે લગ્નનાં બંધનમાં બંધાશે. નીતા અંબાણી પોતાનાં પુત્રની સગાઇનું  સૌપ્રથમ આમંત્રણ આપવા માટે મુંબઇનાં પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા. તેની સાથે નાનો પુત્ર અનંત પણ હાજર રહ્યો હતો. નીતા અંબાણી સહિત સમગ્ર પરિવાર સિદ્ધિ વિનાયકમાં ખુબ આસ્થા ધરાવે છે.

 ડિજિટલ કાર્ડમાં શ્લોકા અને આકાશ અંબાણીની તસ્વીરો સાથે મહેમાનને સગાઇની તારીખ અને સમય અંગે માહિતી આપવામાં આવી છે

કાર્ડની શરૂઆતમાં શ્લોકા અને આકાશ અંબાણી તસ્વીર અને SA (શ્લોકા-આકાશ)નાં લોકો સાથે થઇ રહી છે. ડિજિટલ કાર્ડમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સુપરહિટ ફિલ્મ કાઇપો છેનાં એક ગીતનું આપવામાં આવ્યું છે. શ્લોકા અને આકાશ અંબાણીની સગાઇનું વેન્યૂ મુંબઇમાં બનેલ શાનદાર એન્ટીલિયામાં થશે.

(12:00 am IST)