મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

સિંગાપોર સ્‍થિત ભારતીય મૂળના ૨૮ વર્ષીય યુવાન અન્‍નાદુરાઇ પ્રભાકરનને ૨ વર્ષ અને ૧૦ માસની જેલસજાઃ ફલેટમાં સાથે રહેતી ૨૧ વર્ષીય યુવતિ સાથે સેકસ માણવાના ઇરાદાથી પીવાના પાણીમાં ઊંઘની ટિકડીઓ નાખી દીધાનું પૂરવાર

સિંગાપોરઃ સિંગાપોરમાં છેલ્લા સાત વર્ષથી પ્રાઇવેટ બસમાં ડ્રાઇવર તરીકે કામ કરતા ભારતીય મૂળના ૨૮ વર્ષીય યુવાન અન્‍નાદુરાઇ પ્રભાકરનને ૨ વર્ષ તથા ૧૦ માસની જેલ તથા ૩ કોરડા ફટકારવાની સજા થઇ છે.

અન્‍નાદુરાઇએ તેની સાથે ફલેટમાં રહેતી  ૨૧ વર્ષીય યુવતિ સાથે તે ઊંઘમાં હોય ત્‍યારે સેકસ માણવાના ઇરાદાથી પીવાના પાણીમાં ઊંઘની ગોળી નાખી દીધી હતી. જે પીતા વેંત યુવતિને તેમાં કંઇક ભેળવ્‍યુ હોવાની શંકા જતા તેણે તેના સંબંધીને બોલાવ્‍યા હતા. જેમની હાજરીમાં અન્‍નાદુરાઇએ પોતે પાણીમાં ઊંઘની ગોળીઓ નાખી યુવતિ સાથે સેકસ માણવાનો ઇરાદો હતો તેવું કબૂલી લઇ બાદમાં પાણી ઢોળી નાખ્‍યુ હતું. પરંતુ બોટલમાં રહી ગયેલુ થોડુ પાણી લેબોરેટરીમાં યુવતિએ મોકલી આપતા તેમાં ઊંઘની ગોળીઓ હોવાનું પૂરવાર થઇ જતા અન્‍નાદુરાઇને ઉપરોક્‍ત સજા થઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.   

(12:00 am IST)