મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

સરકારી અધિકારીઓ પૈસા લઇને પણ કામ કરતા નથી, તેના કરતા વેશ્યાઓ સારી જે પૈસા લઇને કામ તો કરે છેઃ યુપીના ભાજપના ધારાસભ્ય સુરેન્‍દ્ર સિંઘનું વિવાદાસ્‍પદ નિવેદન

લખનઉઃ ઉત્તર પ્રદેશનાં ભાજપના ધારાસભ્યએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશનાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંઘે કહ્યું કે, સરકારી અધિકારીઓ કરતા વેશ્યાઓ સારી. કેમ કે, વેશ્યાઓ પૈસા લઇને તેમનું કામ તો કરે છે. બે દિવસ પહેલા જ સુરેન્દ્રસિંઘે તેમના ટેકેદારોને કહ્યું હતુ કે, જો કોઇ સરકારી અધિકારી લાંચ માંગ તો તેને લાફો મારજો.

સુરેન્દ્ર સિંઘે કહ્યુ હતુ કે, વેશ્યાઓ એટલા માટે સરકારી અધિકારીઓથી વધારે સારી છે. કેમ કે, વેશ્યાઓ પૈસા લઇને કામ તો કરે છે. જ્યારે સરકારી અધિકારીઓ પૈસા લઇને પણ કામ કરતા નથી. પૈસા આપ્યા પછી પણ કોઇ ગેરન્ટી નથી કે તેઓ કોઇ કામ કરશે. 

ભાજપના નેતાઓ દ્વારા બેફામ નિવેદનબાજીને કારણે ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહેવું પડ્યુ હતુ કે, આપણે ભુલો કરીએ છીએ અને મિડીયાવાળાને મસાલો મળે છે. મોદીએ ભાજપનાં નેતાઓને આવા પ્રકારનાં નિવેદનથી દૂર રહેવા માટે કહ્યું હતુ. કેમ કે, તેનાથી પાર્ટીની ઇમેજ ખરાબ થાય છે.

જો કે, વડાપ્રધાનની આ વાત હજુ ભાજપના નેતાઓના ગળે ઉતરતી નથી તેમ લાગે છે. હજુ ગયા મહિને જ, સુરેન્દ્ર સિંઘે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ અને કહ્યુ કે, છોકરી પર દુષ્કર્મ થાય છે. કેમ કે, તેઓ જિન્સ પહેરે છે અને મોબાઇલ વાપરે છે.

એટલુ જ નહીં., સુરેન્દ્ર સિંઘે એવુ પણ કહ્યું હતુ કે, મહિલાઓ તેમના બાળકોને લઇને બહાર નીકળવું જોઇએ. કેમ કે, બાળકો હશે તો કોઇ એ મહિલા પર દુષ્કર્મ નહીં કરે. આ ઉપરાંત, સુરેન્દ્ર સિંઘે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સુપર્ણખા સાથે સરખાવ્યા હતા.

(12:00 am IST)