મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

IEEE દ્વારા પસંદ કરાયેલા ૧૦ યંગ સ્ટાર્સમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી આદિત્ય પ્રકાશ

વર્જીનીઆ : યુ.એસ.માં વર્જીનીઆ સ્થિત ઇન્ડિયન અમેરિકન આસી પ્રોફેસર શ્રી બી આદિત્ય પ્રકાશએ ''ઇન્સ્ટીટયુટ ઓફ ઇલેકટ્રીકલ એન્ડ ઇલેકટ્રોનિકસ એન્જીનીઅર્સ (IEEE)'' દ્વારા પસંદ કરાયેલા ૧૦ યંગ સ્ટાર્સમાં સ્થાન મેળવ્યું છે.

વર્જીનીઆ ટેકના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના આસી.પ્રોફેસર શ્રી આદિત્યને આર્ટીફિશીઅલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ પસંદ કરાયા છે.તેઓ ડીસ્કવરી એનાલિટીકસ સેન્ટરમાં ફેકલ્ટી મેમ્બર તરીકે પણ કાર્યરત છે.

તેમણે મુંબઇની આઇ. આઇ.ટી. માંથી બેચલરની ડીગ્રી મેળવેલી છે. તથા કાર્નેગી મેલ્લોન યુનિવર્સિટી માંથી ડોકટરેટ કર્યુ છે. તેઓ ૨૦૧૨ની સાલથી વર્જીનીઆ ટેકનીકલ કોલેજમાં સેવાઓ આપે છે.

(12:36 pm IST)