મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

હિન્દુમાંથી મુસ્લિમ બની જઇ ISIS ને સમર્થન આપનાર ઇન્ડિયન અમેરિકન યુવાન શિવમ પટેલને પાંચ વર્ષની જેલસજા : સૈન્યમાં જોડાવા માટે પાસપોર્ટમાં ઘાલમેલ કરતા પકડાઇ ગયો

વર્જીનીઆ : અમેરિકાના સૈન્યમાં જોડાવા માટે તથા પાસપોર્ટમાં ઘાલમેલ કરવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન યુવાન ૨૮ વર્ષીય શિવમ પટેલને પાંચ વર્ષની જેલ સજા થઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પોતે હિન્દુ હતો તેમાંથી ધર્માંતર કરી મુસ્લિમ બની ગયેલા તથા ઇસ્લામિક સ્ટેટ (આઇ.એસ.) ના સમર્થક બની ગયાનો આરોપી શિવમ અમેરિકાના વર્જીનીયા પ્રાંતના વિલિયમ્સબર્ગ શહેરમાં રહેતો હતો. જેને ઉપરોકત આરોપોસર જેલસજા ફરમાવાઇ છે. (૪૬.૩)

(11:37 am IST)