મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારશે સરકારઃ એકસપર્ટ કમીટી કરી રહી છે વિચારણા

બે ડોઝ વચ્ચે ૧૨ સપ્તાહનું અંતર રહેવા પર તેની અસરનું પ્રમાણ ૮૧.૩ ટકા

નવી દિલ્હી, તા. ૭ :. કોરોના વિરૂદ્ધ લડાઈમા વેકસીન અંગે સતત વિશ્વમાં રિસર્ચ થઈ રહી છે. આ રીસર્ચના આધારે કોરોના વેકસીનના ઉપયોગ અંગે પણ લેવામા આવી રહ્યા છે. આ બધાની વચ્ચે દેશમાં સરકાર ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોનાના વેકસીનના બે ડોઝ વચ્ચે ગેપને વધારશે. અહેવાલના જણાવ્યા મુજબ એક એકસપર્ટ કમીટીના મુદ્દા પર વિચાર કરી રહી છે. કમીટી તે સ્ટડી પર વિચાર કરી રહી છે. જેમા કહેવામા આવ્યુ છે કે બે ડોઝ વચ્ચે લાંબો સમયગાળો વેકસીનના પ્રભાવને વધારે છે. કમીટી આવતા સપ્તાહ સુધી તે અંગે નિર્ણય લેશે.

પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયાએ અગાઉ એપ્રિલમાં જ કોવિશીલ્ડની બે ડોઝ વચ્ચે ગેપને ૪-૬ સપ્તાહ થી વધારીને ૬-૮ સપ્તાહ કરી દેવામાં આવી હતી.

રીસર્ચમાં જાણવા મળ્યું છે કે કોવિશીલ્ડની ડોઝને જો ૬ સપ્તાહથી ઓછા ગેપની વચ્ચે આપવામાં આવે છે તો તેની અસર પપ.૧ ટકા જ જોવા મળ્યું. બીજી બાજુ કોવિશીલ્ડની બે ડોઝ વચ્ચેની અંદર ૧ર સપ્તાહ રહેવા પર તેની અસર વધીને ૮૧.૩ ટકા થયું છે. બ્રિટન અને બ્રાઝીલમાં થયેલા રિસર્ચમાં સામે આવ્યું કે જો વેકસીનની પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા એક મહિનાનું અંતર રહેવા પર તેની અસર ૯૦ ટકા રહ્યું.

(4:21 pm IST)