મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

કમલ હાસનની પાર્ટી MNMના નંબર ટુ મહેન્દ્રને રાજીનામું ફગાવ્યું : હાસને ગદ્દાર ગણાવ્યા

ચેન્નઇ : તામિલનાડુની ચૂંટણીમાં કરારી હારનો સામનો કરનાર અભિનેતા કમલ હાસનની પાર્ટી એમએનએમમાં તૂટનો સીલસીલો શરૂ થયો છે. પાર્ટીમાં હાસન બાદ બીજા નંબરના નેતા મહેન્દ્રને ગઇકાલે પાર્ટીમાંથી રાજીનામું ફગાવ્યું છે.

મહેન્દ્રના રાજીનામા બાદ હાસન તેની ઉપર ભડકી ગયેલ અને મહેન્દ્રનને ગદ્દાર સુધા ગણાવી દીધેલ. સાથે જ કમલહાસને જણાવેલ કે તે મહેન્દ્રને હટાવવાના જ હતા પણ તે પહેલા તેને રાજીનામું આપી દીધું.

પરિણામો બાદ પાર્ટીના ૬ મુખ્ય નેતાઓએ રાજીનામા આપી દીધા હતા. ત્યારબાદ પાર્ટીમાં નંબર ટુ અને કોયંબટુરની સિંગનાલુર વિધાનસભાના ઉમેદવાર મહેન્દ્રને પણ પાર્ટી સાથે છેડો ફાડયો હતો. વિધાનસભાની ચૂંટણી કમલ હાસનની પાર્ટીને એકપણ બેઠક ઉપર જીત મળી ન હતી.

મહેન્દ્રને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે તેમણે હાસને મોકલેલ પત્રમાં પોતાને પાર્ટીના તમામ પટ્ટો ઉપરથી સદસ્યાતા છોડતા હોવાનું જણાવેલ તેણે વધુમાં જણાવેલ કે હું હંમેશા કમલ હાસનની સાથે રહ્યો પણ અનુભવ્યું કે છેલ્લા ૧ મહિનામાં પણ તેમના નજરીયામાં કોઇ બદલાવ ન આવેલ. જો કે પાર્ટી તરફથી મહેન્દ્રનના રાજીનામા ઉપર ટુ઼ક સમયમાં વિચાર કરાશે તેવું નિવેદન અપાયું છે.

(3:27 pm IST)