મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

કા'બાની દિવાલમાં સ્થિત પથ્થરની અલભ્ય તસ્વીરો જાહેર

રિયાધ તા. ૭ :.. સાઉદી અરેબિયાના સત્તાધિકારીઓએ મકકાની ભવ્ય મસ્જિદના સૌથી મહત્વપૂર્ણ ઇસ્લામિક અને પુરાતત્વીય સ્થળોની નવી વિશેષ પ્રક્રિયામાંથી પસાર થયેલી તસ્વીરો પ્રકાશિત કરી હતી. બંને પવિત્ર મસ્જિદોની બાબતો માટેની જનરલ પ્રેસિડન્સીએ ફોકસ સ્ટેક પેનોરમાં ટેકનોલોજીના ઉપયોગ કરીને બ્લેક સ્ટોન અને મકામ-એ-ઇબ્રાહીમ (અ.સ.)ના ૧૦પ૦ ફોટા લીધા હતાં. બ્લેક સ્ટોન જેને અરબીમાં હજ-એ-અસ્વદ તરીકે ઓળખાય છે. તેની સચોટ ઉચ્ચ રિઝોલ્યુશનવાળી તસ્વીરો બનાવવા માટે વિવિધ ડીગ્રીની સ્પષ્ટતા સાથેની તસ્વીરોને ઉપરોકત ટેકનોલોજી દ્વારા જોડી દેવામાં આવી છે. ૪૯,૦૦૦ મેગાપિકસલની તસવીરોને લેવામાં સાત કલાકથી વધુ સમય લાગ્યો હતો અને તેમાં ફેરફાર કરવા અથવા તેને સંપાદિન કરવા માટે એક સપ્તાહની જરૂર પડી હતી. આ પહેલી વખતે છે.

જયારે સત્તાધીશો આવી વિગતવાર રીતે હજ-એ-અસ્વદ દેખાડી શકયા હતાં. રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે પ્રોજેકટસ અને એન્જિનિયરીંગ અભ્યાસ એજન્સી માટેના શ્રેષ્ઠ મહાસચિવ સુલતાન બિન અતિ-અલ-કુરેશીએ જણાવ્યું હતું કે, મુસ્લિમો માટે આ પવિત્ર બ્લેક સ્ટોનના મહત્વને ધ્યાનમાં રાખીને અધિકારીઓને અદ્યતન ઇમેજિંગ તકનિકનો ઉપયોગ કરવામાં રસ હતો. લાલ-કાળા રંગનો, ઇંડા આકારના આ પથ્થરનો વ્યાસ ૩૦ સેમી છે અને તે કાબાના દક્ષિણ-પૂર્વ ખૂણામાં સ્થિત છે. પથ્થર જમીનથી ૧.પ મીટર ઉપર સ્થિત છે અને તેના રક્ષણ માટે તેને શુધ્ધ ચાંદીની બનેલી ફેમમાં મુકવામાં આવ્યો છે. તે તવાફનું પ્રારંભિક અને સમાપન બિંદુ છે. કુરેશીએ કહયું હતું કે, 'સત્તાધીશો બ્લેક સ્ટોન (હજ-એ-અસ્વદ) અને મકામ-એ-ઇબ્રાહિમનું દસ્તાવજીકરણ કરવા ઇચ્છુક હતાં. આ તસવીરો થ્રીડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને છાપવામાં આવી હતી. આ એક અદ્યતન તકનિક છે. જેનો પ્રયોગ પૈગેમ્બર ઇબ્રામિ (અ.સ.) ના મકામનું કદ અને આકારનું મોડેલ બનાવવા માટે કરવામાં આવ્યો છે એમ અલ-કુરેશીએ ઉમેર્યુ હતું.'

(12:48 pm IST)