મુખ્ય સમાચાર
News of Thursday, 6th May 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત : 24 કલાકમાં 62,194 નવા કેસ નોંધાયા : વધુ 853 લોકોના મોત

છેલ્લા ચાર દિવસથી નવા કેસમાં આંશિક ઘટાડા બાદ ફરીવાર નવા કેસ 60 હજારથી વધુ નોંધાયા

 મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે. કોરોના મામલે રાજ્ય સરકારે નવી ગાઇડ લાઇન મુજબ મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન અમલી બનાવ્યો છે તે છંતા પણ કોરોનાથી મોત વધુ થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 62,194 કેસો નોંધાયા છે જયારે 853 લોકોના કોરોનાથી મોત થયાં છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કડક નિયમો બનાવ્યા હોવા છંતા પણ કેસો વધી રહ્યા છે.છેલ્લા ચાર દિવસથી નવા કેસોમાં આંશિક ઘટાડો જોવા મળ્યા હતા પરતું ફરીવાર નવા કેસો 60 હજાર પાર જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમણના કેસો 62,194 નોંધાયા છે ,જયારે 853 લોકોના મોત થયાં છે. અત્યાર સુધી કુલ 49,42,736 કેસો નોંધાયા છે,જયારે 42,27,940 લોકોએ કોરોનાને માત આપીને સાજા થયાં છે.અત્યાર સુધી કુલ 73,515 લોકોના કોરોનાથી મોત થયાં છે. જયારે એકટીવ કેસોની સંખ્યા 6,39,075 છે.

(12:26 am IST)