મુખ્ય સમાચાર
News of Tuesday, 7th April 2020

હેલ્થકેર વર્કર્સને કોરોના વાઇરસથી રક્ષણ માટે ઉપકરણો પુરા પાડવા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ મેદાનમાં : સાનજોસ કેલિફોર્નિયામાં ફંડ ભેગું કરવા ઝુંબેશ શરૂ કરી

કેલિફોર્નિયા : અમેરિકાના સાનજોસ  કેલિફોર્નિયામાં કોરોના વાઇરસ સામે દર્દીઓને સારવાર આપી રહેલા આરોગ્ય કર્મીઓ પોતાની સુરક્ષા માટે ચહેરો ઢાંકવા માસ્ક  જેવા  ઉપકરણોની તંગી ભોગવી રહ્યા છે.તેવા સંજોગોમાં ઇન્ડિયન અમેરિકન હાઈસ્કૂલ સ્ટુડન્ટ આદિત્ય ઇન્ડેલાએ ઉપકરણો પુરા પાડવાની ઝુંબેશ શરૂ કરી છે.જે માટે ગો ફંડ મી પેજ શરૂ કર્યું છે.જેના નેજા હેઠળ 5 હજાર ડોલર ભેગા થઇ ગયા છે. તેનો લક્ષ્યાંક 10 હજાર ડોલર ભેગા કરવાનો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(6:49 pm IST)