મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

ભારતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ કહ્યું - ખાત્મા તરફ વધી રહી છે મહામારી

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રસીની પાછળ વિજ્ઞાન પર વિશ્વાસ રાખવાની જરૂર: મહામારી ખતમ થવા પર છે

નવી દિલ્હીઃ દેશના તમામ રાજ્યોમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં  એક દિવસમાં 10 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે રવિવારે કહ્યુ કે, ભારતમાં કોવિડ-19 મહામારીના ખાત્મા તરફ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રસીની પાછળ વિજ્ઞાન પર વિશ્વાસ રાખવાની જરૂર છે, મહામારી ખતમ થવા પર છે

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, કોવિડ-19 રસીકરણ અભિયાનને રાજનીતિથી દૂર રાખવું જોઈએ. તેમણે કહ્યું કે, લોકોને રસી સાથે જોડાયેલા વિજ્ઞાન પર વિશ્વાસ અને તે નક્કી કરવું જોઈએ કે તેના પરિવારજનોને સમય પર રસી લાગી જાય. હર્ષવર્ધને રવિવારે ધર્મશિલા નારાયણ હોસ્પિટલના સહયોગથી આયોજીત દિલ્હી ચિકિત્સા સંઘ (ડીએમએ) ના 62માં વાર્ષિક દિલ્હી રાજ્ય ચિકિત્સા સંમેલનને સંબોધિત કરતા કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના બે કરોડથી વધુને રસી લાગી ચુકી છે અને રસીકરણ દર વધીને પ્રતિદિન 15 લાખ થઈ ગયો છે. 

(11:47 pm IST)