મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

આબુ જનારા સાવધાન : 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ વગર રાજસ્થાનમાં પ્રવેશ નહિ મળે

રાજસ્થાનની ગેહલોત સરકારે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ લીધો

ગુજરાત સહિત આખા ભારતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આવામાં કોરોનાના નવા સ્ટ્રેનેના કારણે લોકોમાં વધુ ફફડાટ છે. ત્યારે રાજસ્થાનની ગેહલોત સરકારે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ લીધો છે. રાજસ્થાન સરકારે 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરશે તેવો નિયમ બનાવ્યો છે

રાજસ્થાન સરકારે પોતાના રાજ્યમાં કોરોના વાઇરસને અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજસ્થાન આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. જેથી ગુજરાતીઓએ રાજસ્થાન કામ કે ફરવા માટે જવું હોય તો પહેલા કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવાનો રહેશે. રાજસ્થાન સરકારના આ નિર્ણયના પગલે અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે.

રાજસ્થાન સરકારે 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરશે તેવો નિયમ બનાવ્યો છે. ગુજરાતીઓેને હવે RT-PCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહી મળે. આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે. રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે નિર્ણય કરાયો છે. ત્યારે હવે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે

(7:57 pm IST)