News of Sunday, 7th March 2021
દેશમાં માત્ર છ જ રાજયોમાં કુલ કોરોનાના ૮૪.૭૧ ટકા કેસ નોંધાયા
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુ, સહિતના ૬ રાજ્યોમાં આજે પણ દેશમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આજે સવારે દેશમાં કુલ ૧૮,૭૧૧ કોરોના કેસ નોંધાયા તેમાંથી આ છ રાજ્યોમાં સંયુક્ત રીતે ૮૪.૭૧ ટકા જેટલા કેસો નોંધાયા છે. બાકીના સવા પાંચ ટકા કોરોના કેસોમાં આખો દેશ આવી જાય છે.
(5:42 pm IST)