મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

ગૃહમંત્રી અમિત શાહ કન્યાકુમારીના સુચિન્દ્ર મંદિર પહોંચ્યા: દેવીની પૂજા કરી અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે આશીર્વાદ માંગ્યા

કન્યાકુમારી: કેન્દ્રીય મંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે છે. અમિત શાહ ચૂંટણીની જાહેરાત થયા બાદ આજથી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ગૃહમંત્રી અમિત શાહ કન્યાકુમારીના સુચિન્દ્ર મંદિર પહોંચ્યા. અહીં તેમણે દેવીની પૂજા કરી અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે આશીર્વાદ માંગ્યા.

ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના કન્યાકુમારીમાં ભાજપના ડોર ટુ ડોર કેમ્પેઈન  વિજય સંકલ્પ મહાસંપર્ક અભિયાન  ની શરૂઆત કરશે.

આ ઉપરાંત ગૃહમંત્રી કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ભજાપની કેરળ વિજયયાત્રાના કાર્યક્ર્મમાં પણ સામેલ થશે.

અત્રે જણાવવાનું કે તમિલનાડુમાં ભાજપ રાજ્યમાં સત્તાધારી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમસાથે ગઠબંધન કરીને ચૂંટણીના મેદાનમાં છે. બંને પાર્ટીઓ મળીને ચૂંટણી લડી રહી છે.

નોંધનીય છે કે તમિલનાડુ વિધાનસભા ચૂંટમી એક જ તબક્કામાં તશે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 6 એપ્રિલ 2021ના રોજ થશે અને મતગણતરી 2જી મેના રોજ થશે.

(2:59 pm IST)