કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાન પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી : ભવ્ય રેલીનો પ્રારંભ પૂર્વે બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીએ ભાજપનો ઝંડો ફરકાવ્યો
કોલકાતા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંગાળના પ્રવાસે છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી રહ્યા છે. કોલકાતાના બ્રિગેડ મેદાનમાં આ રેલી યોજાઈ છે. પીએમ મોદીના ભાષણ પહેલા જ મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થયા અને તેમણે પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાન પહોંચી ગયા છે. જ્યાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. સમર્થકો ડીજે વગાડી રહ્યા છે અને પાર્ટીના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા છે.
અભિનેતા મિથુન ચક્રવર્તી મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા ગરમાવો વધી ગયો છે. મિથુન ચક્રવર્તી સાથે મંચ પર કૈલાશ વિજયવર્ગીય, શિવ પ્રકાશ, મુકુલ રોય સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. આ અગાઉ બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની બંગાળ ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત થઈ હતી. વિજયવર્ગીયે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આ મુલાકાત બાદ જ મિથુનની રાજકીય ઈનિંગ અંગે ચર્ચાઓને બળ મળ્યું.