મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

પશ્‍ચિમ બંગાળની ચૂંટણી બે પક્ષો માટે કરેગે યા મરેગે જેવી સાબિત થઇ રહી છે : દેશની નજીક ભાજપ અને ટીએમસી વચ્‍ચેના ચૂંટણી જંગ અને પરીણામ પર મંડાઇ

કોલકાતા: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એક બેઠક એવી છે જેના પર આખા દેશની નજર ટકેલી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે અહીંથી 2021ની વિધાનસભા ચૂંટણી  લડવાની જાહેરાત કરી છે અને મમતા ની જાહેરાતના એક દિવસ બાદ શનિવારે ભાજપે અહીંથી મમતા વિરુદ્ધ શુવેન્દુ અધિકારીને પોતાના ઉમેદવાર બનાવી દીધા.

ભાજપે બંગાળના 57 ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં શુવેન્દુ અધિકારી પણ સામેલ છે. નંદીગ્રામ સીટથી ભાજપની ટિકિટ પર શુવેન્દુ અધિકારી ચૂંટણી લડશે. એક સમયે આ જ શુવેન્દુ અધિકારી ટીએમસીનો મોટો ચહેરો હતા અને મમતા બેનર્જી ના સૌથી નીકટના નેતા ગણાતા હતા.

નંદીગ્રામનું સમીકરણ સમજવા માટે તમારે આ સીટના  છેલ્લા 3 ચૂંટણી પરિણામ પર નજર ફેરવવી પડશે. 2007નમાં પહેલા તૃણમૂલ કોંગ્રેસનું વર્ચસ્વ એટલું દમદાર નહતું, જેટલું નંદીગ્રામ આંદોલન બાદ થયું. 2006ની ચૂંટણીની વાત કરીએ તો આ સીટથી એસકે. ઈલિયાસ મોહમ્મદે મમતાની પાર્ટી ટીએમસીના એસકે સુપિયાને સાડા 5 હજાર મતોથી હરાવ્યા હતા.

જો કે 2011ની ચૂંટણીમાં મમતાની પાર્ટીએ નંદીગ્રામથી જીત મેળવી તો દીદીને પણ પહેલીવાર સીએમની ખુરશી પર બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ વખતે ટીએમસીની ફિરોઝા બીબીએ સીપીઆઈના પરમાનંદ ભારતીને 40 હજારથી વધુ મતોથી હરાવ્યા.

ત્યારબાદ 2016ની ચૂંટણીની વાત કરીએ તો નંદીગ્રામથી ટીએમસીના બેનર હેઠળ શુવેન્દુ અધિકારી મેદાનમાં ઉતર્યા અને તેમણે સીપીઆઈના અબ્દુલ કબીર શેખને 81 હજાર 230 મતોથી હરાવ્યા.

મમતા બેનર્જીને ક્યાંક પોતાના આ નિર્ણય બદલ અફસોસ ન થઈ જાય કારણ કે 2016માં વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠકથી 25 હજારથી વધુ મતોથી જીત મેળવી હતી. જ્યારે શુવેન્દુ અધિકારીએ 81 હજાર મતોથી હરીફને માત આપી હતી. આવામાં આંકડાથી સમજી શકાય કે પોતાના વિસ્તારમાં શુવેન્દુ અધિકારી સીએમ મમતા બેરર્જીથી વધુ શક્તિશાળી  છે. પરંતુ આ વાતને 5 વર્ષ વીતી  ગયા છે અને હવે તો શુવેન્દુ અધિકારીએ પાર્ટી પણ બદલી લીધી છે. આવામાં આ મુદ્દે કઈ પણ કહેવું મુશ્કેલ છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે હું નંદીગ્રામથી ચૂંટણી લડશે. જે કહું છું તે પુરું પણ કરું છું. ભવાનીપુર મારી મુઠ્ઠીમાં રહે છે. ત્યાં કોઈ પણ આયોજન થાય તે હું જોઉ છું. નંદીગ્રામથી મમતાની ચૂંટણી લડવાની જાહેરાત પર ભાજપે પણ કહ્યું છે કે દીદી 50 હજાર મતોથી ચૂંટણી હારશે. ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોએ કહ્યું હતું કે નંદીગ્રામમાં 50 હજાર મતોથી હરાવીશું. શુવેન્દુ લડે કે કોઈ બીજુ ભવાનીપુરથી ન લડ્યા કારણ કે તેમને ખબર પડી ગઈ કે તેઓ  ત્યાંથી જીતશે નહીં.

2011 અને 2016માં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની ભવાનીપુર સીટથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. આ વખતે તેમણે નંદીગ્રામની પસંદગી કરવા માટે ભવાનીપુરની સુરક્ષિત બેઠક છોડી દીધી. ટીએમસી અને ભાજપ બંને માટે નંદીગ્રામની સીટ આખરે નાકની લડાઈ બની ચૂકી હોય તેવું લાગે છે.

(1:44 pm IST)