મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

મમતા બેનર્જી 50 હજાર કરતા વધુ મતોથી હરાવીશ : નંદીગ્રામથી ટિકિટ મળતા શુભેંદુ અધિકારીનો પડકાર

શુભેંદુ અધિકારીએ કહ્યું, હું નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવીને પરત કોલકત્તા મોકલીશ.

કોલકત્તાઃ ભાજપ તરફથી પશ્ચિમ બંગાળની નંદીગ્રામ સીથી ટિકિટ મળ્યા બાદ શુભેંદુ અધિકારી સીએમ અને પોતાના વિરોધી મમતા બેનર્જી ને મોટો પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી આ સીટ પરથી 50 હજાર કરતા વધુ મતોથી હારશે.

શુભેંદુ અધિકારીએ કહ્યુ નંદીગ્રામની ચૂંટણી તેમના માટે મોટો પડકાર નથી. તેમણે કહ્યું, હું નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવીને પરત કોલકત્તા મોકલીશ. તેઓ આ ચૂંટણીમાં મોટા અંતરથી હારવાના છે. તેમણે કહ્યું કે, કોલકત્તાના લોકોની સાથે જે અત્યાચાર થયા છે.

તેમની સાથે જે ગુંડાગર્દી થઈ છે. આવનારી ચૂંટણીમાં જનતા તેનો જવાબ આપશે.

બંગાળમાં ચૂંટણી જીતવા પર તેઓ શું ભાજપ તરફથી સીએમ પદના ઉમેદવાર હશે. આ સવાલ પર અધિકારીએ કહ્યુ કે, આવા કાલ્પનિક સવાલોનો જવાબ આપતા નથી. તેમણે કહ્યું કે, ભાજપ એક સંગઠિત અને અનુશાસિત પાર્ટી છે. અહીં પર બધા કાર્યકર્તા એક ટીમના રૂપમાં કામ કરે છે. તેમણે કહ્યું કે, પાર્ટી તેમને જે જવાબદારી આપશે, તે નિષ્ઠાથી કામ કરીશ.

મહત્વનું છે કે ભાજપે શનિવારે પશ્ચિમ બંગાળ માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 57 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. નંદીગ્રામ સીટ પર સીએમ અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીની સામે શુભેંદુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે. શુભેંદુ અધિકારી પહેલા ટીએમસીમાં રહી ચુક્યા છે અને પોતાની પૂર્વ પાર્ટીની કાર્યપ્રણાલીથી પરિચિત છે. તેવામાં નંદીગ્રામની ચૂંટણી રસપ્રદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(10:54 am IST)