મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

વિધાર્થીનીએ મંચ પર જઈ એવો પૂછ્યો સવાલ રાકેશ ટિકૈત જવાબ પણ આપી શકયા નહી ?

ઝજજર જિલ્લાની ઢાંસા બોર્ડર પર પ્રદર્શન દરમિયાન વિધાર્થીનીએ સવાલ કર્યો : વિડિઓ વાયરલ

ચંદિગઢ :રાકેશ ટિકૈત ખેડૂત આંદોલનનો એક એવો ચહેરો જે ઘરે ઘરે જાણીતો બન્યો છે. નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગણી સાથે દેશ ભરમાં તેમને આંદોલન શરુ કર્યુ છે. દિલ્હી રાજયની સિંધુ બોર્ડર સહિત હરિયાણા અને યુપી તરફના માર્ગો પર ખેડૂતો તેમની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરી રહયા છે. સરકાર સાથે અનેકવાર વાતચિત થઇ પરંતુ કોઇ સમાધાન ના નિકળતા ખેડૂત આંદોલન વધારે પેંચિદું બન્યું છે. હમણાં બિલ વિરોધી આંદોલનના ૧૦૦ દિવસ પુરા થયા છે. ટીકૈત વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મહા પંચાયતને સંબોધીને ખેડૂતોને મળીને ચર્ચા કરીને જાગ્રુત કરવાની રણનીતિ પર કામ કરી રહયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના ઝજજર જિલ્લાની ઢાંસા બોર્ડર પર એક પ્રદર્શન દરમિયાન એક વિધાર્થીનીએ રાકેશ ટિકૈતને એક સવાલ પુછાયો તેનો તે જવાબ આપી શકયા ન હતા.

વિધાર્થીનીએ ટિકૈતને પુછયું કે આપે કહયું કે ગામની મહિલાઓ ૪ થી ૫ જેટલી રોટલીઓ બનાવીને લાવે જેથી ધરીને ધરણા પ્રદર્શન ચાલું રહી શકે. આ એક સારી વાત છે પરંતુ તમારામાંથી કે સરકારમાંથી એક પણ ટસ કે ટસ નહી થાય તો આનું પરીણામ શું આવશે ? આપણા સમાજ પર તેની કેવી અસર થશે ?

આ પ્રશ્ન પ્રજાસત્તાક દિવસ ૨૬ મી જાન્યુઆરીમાં થયેલી હિંસા અને દેખાવો પર આધારિત હતો. આ સવાલ પુછાવાનું ચાલું હતું ત્યારે જ માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહી રાકેશ ટિકૈતે લગભગ આખો સવાલ સમજાઇ જાય તેટલી રજૂઆત થઇ હતી પરંતુ જવાબ આપ્યો ન હતો. ત્યાર પછી મંચ પર શોરબકોર પણ થતો હોય એવો વીડિયો બહાર આવ્યો છે. જેમાં સવાલ કરનાર સ્ટુડન્ટને કશુંક સમજાવવા પ્રયાસ થઇ રહયો છે. વાયરલ વીડિયોનો આ ઘટનાક્રમ ગત શુક્રવારનો હોવાનું માનવામાં આવે છે. ઢાંસા બોર્ડર પર વિનોદ ગુલિયાની અધ્યક્ષતામાં એક ધરણા પ્રદર્શન ચાલતું હતું તેમાં ભાગ લેવા માટે રાકેશ ટિકૈત પણ પહોંચ્યા હતા.

(10:51 am IST)