મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

સાંસદ હેમામાલિનીએ કોરોના વાયરસની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો : શેર કરી તસ્વીર

મુંબઈની કૂપર હોસ્પિટલમાં વેક્સીનન લીધી

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ હેમા માલિનીએ શનિવારે કોરોના વાયરસની વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. તેમણે મુંબઈની કૂપર હોસ્પિટલમાં વેક્સીનન લીધી હતી.

વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ હેમા માલિનીએ ટ્વિટર પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તેમણે લખ્યું કે, મે કૂપર હોસ્પિટલમાં લોકો સાથે કોરોની રસી મુકાવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અભિનેતા સૈફ અલી ખાને પણ મુંબઈમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. સૈફ હાલમાં જ બીજી વખત પિતા બન્યો છે.

સરકારી આંકડા અનુસાર, ભારતમાં 5 માર્ચ 2021 સુધી એક કરોડ 90 લાખ લોકોએ કોરોના વેક્સીન લીધી છે. ભારતમાં હાલમાં વેક્સીનનો બીઝો ડોઝ આપવાનું શરુ થઈ ગયું છે.

(12:00 am IST)