મુખ્ય સમાચાર
News of Thursday, 7th March 2019

થાઈલેન્ડમાં બૌદ્ધધર્મીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે : આગામી 24 માર્ચના રોજ યોજાનારી ચૂંટણીમાં બૌદ્ધ ધર્મીઓની રક્ષા માટે નવી પાર્ટીનો ઉદય : પંડીન ધર્માં પાર્ટીના નેજા હેઠળ 350 સીટ પૈકી 145 સીટ ઉપર ચૂંટણી લડવા ઉમેદવારો મેદાનમાં

થાઈલેન્ડ : થાઈલેન્ડમાં 24 માર્ચના રોજ યોજાનારી ચૂંટણીઓમાં 350 સીટ પૈકી 145 સીટ ઉપર પંડીન ધર્માં નામક પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા છે.નવનિર્મિત આ પાર્ટીના ઉમેદવારો બૌદ્ધ ધર્મની રક્ષા માટે મેદાનમાં ઉતર્યા છે.તેમના મતે દેશમાં બૌદ્ધ ધર્મીઓની ઉપેક્ષા થાય છે.બૌદ્ધ સાધુઓને ધુત્કારવામાં આવી રહ્યા છે.જયારે અન્ય ઇસ્લામ જેવી લઘુમતી કોમોને પૂરતા અને તમામ હક્કો મળી રહ્યા છે.

નવનિર્મિત પાર્ટીના આગેવાનોના જણાવ્યા મુજબ અમારી પાસે પૂરતું નાણાં ભંડોળ ન હોવાથી અમે તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખી શક્ય નથી.તેમ છતાં અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા અમે મક્કમ છીએ.કારણકે થાઈલેન્ડની સંસ્કૃતિમાં બૌદ્ધ ધર્મનું મહત્વનું પ્રદાન છે.

(12:24 pm IST)