મસૂદ અઝહરને ગ્લોબલ ટેરીસ્ટ જાહેર કરોઃ પાકિસ્તાનને ગ્લોબલ ટેરીસ્ટ સ્ટેટ ઘોષિત કરોઃ અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી યુનાઇટેડ નેશન્શની ઓફિસ સામે ૪૦૦ ઉપરાંત ઇન્ડિયન અમેરિકનોના દેખાવો
ન્યુયોર્કઃ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખતમ કરવા તથા પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકવાદી સંગઠન જૈસએ મહમ્મદએ ૧૪ ફેબ્રુના રોજ ભારતના પુલવામામાં CRPFના ૪૪ જવાનો ઉપર આત્મઘાતી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા તેના વિરોધમાં સમગ્ર વિશ્વમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં ૩ માર્ચના રોજ યુ.એસ.ના ન્યુયોર્કમાં આવેલી યુનાઇટેડ નેશન્શની ઓફિસ બહાર ૪૦૦ ઉપરાંત ઇન્ડિયન અમેરિકનોએ દેખાવો કરી આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો. તથા આ જુથના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રિય આતંકવાદી તરીકે ઘોષિત કરવા માંગણી કરી હતી.
દેખાવકારોમાં ભારતીયો ઉપરાંત બાંગલાદેશીઓ કરેવિયન્શ, શ્રીલંકન્સ પાકિસ્તાનના બલુચિસ્તાનના વતનીઓ, ઇઝરાલીના વતનીઓ સહિત મોટા ભાગના દેશના વતનીઓનો સમાવેશ થતો હતો. જેમણે આંતકવાદ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર પ્રદર્શન કર્યુ હતું.