પેન્શન અંગે સરકાર ત્રણ નવા વિકલ્પો પર કરશે મંથન
એનપીએસને જુની પેન્શન યોજનાથી વધુ સરળ બનાવવાના પ્રયાસો
નવી દિલ્હી તા. ૭ : સરકારી કર્મચારીઓમાં ઓલ્ડ પેન્શન સ્કીમની વધેલી ડિમાન્ડના ધ્યાનમાં રાખીને કેન્દ્રસરકાર સતર્ક થઈ ગઈ છે. તે ચુટણી મુદ્દો બની ગયો છે અનેક રાજયોમાં વિધાનસભા ચુટણી આ વર્ષે થશે. ત્યારબાદ ૨૦૨૪માં સામાન્ય ચૂંટણી છે. તે પહેલા સરકાર અને પેંશનᅠફંડ રેગ્યુલેટર અંદર ત્રણ ઉપાયોᅠપર મંથન ચાલી રહ્યું છે.ᅠ
એક ઉપાય છે કે ઓલ્ડ પેંશનની જેમ લાસ્ટ સેલેરીનીᅠઅડધી રકમ સુધી પેંશનᅠતો મળી. પરંતુᅠ તેના માટે કર્મચારી પાસેથી યોગદાન લેવામાં આવે. આ પ્રકારની સ્કીમ આંધ્રપ્રદેશમાં ચલાવી રહી છે. સરકાર અને પેંશનᅠફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટᅠ ઓથોરિટી વચ્ચે આ મુદ્દા પર વાતચીત થઇ ચુકી છે. તેને રસપ્રદᅠ રીત માનવામાં આવી રહ્યા છે. પરંતુ અમલમાં લાવ્યા પહેલા જટિલતાઓને દૂર કરવાની છે.
બીજો ઉપાય એ છે કે હાલની એનપીએસમાં જ ન્યુનતમ પેંશન નક્કી કરવામાં આવે. એનપીએસ પ્રત્યે ફરિયાદ એ છે કે તેમાં કર્મચારીનું યોગદાન તો નક્કી છે પરંતુ રિટર્ન નક્કી નથી. તેના પર કામ પૂરું થઇᅠચૂક્યું છે. પરંતુ બોર્ડની મંજૂરી બાકી છે. જો કે સંકેત મળી રહ્યા છે કે તેમાં ન્યુનતમ રિટર્નથી ૨ કે ૩ ટકા વધુ સુધી પેંશનᅠમળી શકે છે. આ ઉપરાંત હાલના એનપીએસમાં મેચ્યોરિટીનીᅠ૬૦ ટકા રકમ કર્મચારીનાᅠહાથમાં ચાલી જાય છે. જો આ પૈસા પણ પેંશન માટે રાખવામાં આવે તો પેંશન તરીકે મળતી રકમ વધી જશે. ત્રીજો ઉપાય એ છે કે અટલ પેંશનᅠયોજનાનેᅠજેમ દરેક ને ન્યુનતમ પેંશનનીᅠગેરેન્ટી આપવામાં આવે. પેંશનᅠફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી આ યોજના ચલાવી રહી છે.ᅠ જેમાં યોગદાનના આધારે ૧૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા સુધી પેંશનᅠનક્કી છે. પીએફઆરડીએ અટલ પેંશનᅠયોજનાનો દાયરોᅠદરેક માટે વધારવા અને ૫૦૦૦ લિમિટ ખત્મ કરવા માટે તૈયાર થઇ શકે છે. તેમજ ગેરેન્ટીમાંᅠકોઈ નાણાકીય કટોકટીની સ્થિતિમાᅠસરકાર મદદની જવાબદારી લે. અટલ પેંશનᅠયોજના પાછળ સરકારનોᅠહાથ છે.