મુખ્ય સમાચાર
News of Friday, 7th February 2020

મોટા કેશ ટ્રાન્ઝેકશન પર SMS દ્વારા IT વિભાગની નોટિસ મળશે

ઇન્કમટેકસ હવે હાઇ વેલ્યૂ ટ્રાન્ઝેકશનનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરશે

નવી દિલ્હી તા. ૭: હવે તમે કેશમાં મોટા ટ્રાન્ઝેકશન કે લેવડદેવડ કરશો તો તુરત મેસેજ દ્વારા ઇન્કમટેકસની નોટિસ તમને મોબાઇલ પર મળી જશે. ઇન્કમટેકસ વિભાગ હવે હાઇ વેલ્યૂ ટ્રાન્ઝેકશનનું રિયલ ટલાઇમ મોનિટરિંગ કરશે. સાથે જ રિટર્ન ભરતી વખતે ફ્રી ફિલ્ડ ફોર્મમાં કેપિટલ ગેઇન, ડિવિડન્ડ અને વ્યાજથી થનારી આવકની વિગતોની જાણકારી ઇન્કમટેકસ વિભાગને પહેલેથી જ પ્રાપ્ત હશે.

ઇન્કમટેકસ વિભાગ ટ્રાન્ઝેકશનને લઇને હવે કરદાતા સાથે સીધો સંપર્ક કરી શકે છે અને સાથે જ ઇન્કમટેકસ વિભાગ એસએમએસ, ઇ-મેલ દ્વારા ટ્રાન્ઝેકશનની ડિટેઇલ માગી શકે છે. હાઇ વેલ્યૂ ટ્રાન્ઝેકશન પર આઇટી વિભાગની બાજ નજર રહેશે અને બેન્ક ટ્રાન્ઝેકશનનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરશે. બેન્કો અત્યારે ઇન્કમ ટેકસ વિભાગને ટ્રાન્સ્જેકશનની ડિટેઇલ આપતી નથી. ટ્રાન્ઝેકશનની માત્ર માસિક અને ત્રિમાસિક ડિટેઇલ અપાય છે, તેથી ઇન્કમટેકસ વિભાગ હવે કરદાતા સાથે સીધો સંપર્ક રાખવા મોબાઇલ એપ્લિકેશન લ?ન્ચ કરવા જઇ રહી છે.

કરદાતાએ પ્રી ફિલ્ડ રિટર્નમાં મ્યુચ્યુઅલ ફંડ, શેર દ્વારા થયેલી આવકનું વિવરણ આપવું પડે છે. ડિવિડન્ડ પર ટીડીએસની જાણકારી ફોર્મ-૧૬માં આપવી પડશે.

(3:31 pm IST)